મિત્રો અંદાજે 125 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. એ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે કે હજી બે લાશો સ્મશાનથી બાળી અને ગામમાં આવે ત્યાં બીજી પાંચ લાશો તૈયાર હોય.
આવા કપરા સમયમાં એક પરિવારમાંથી એક નાનકડી 10-12 વર્ષની દીકરી બચી બાકી તેનાં પરિવાર માંથી બધા મરકીમાં અવસાન પામ્યા.
ત્યારે એ દીકરી ઉદાસીનતા સાથે ચાલતી ચાલતી - ચાલતી બીજે ગામ જાય છે.
બીજે ગામ એક માજી બે ત્રણ વર્ષના પોતાનાં દીકરાના દીકરાને આંગળી પકડી અને મરણ પથારીએ પડ્યા છે પણ માં નો જીવ નથી જાતો. દીકરીએ પૂછ્યું કે માં તમારી કંઈ ઈચ્છા અધૂરી છે? તમારો જીવ કેમ નથી જાતો ?
ત્યારે એ માજીએ જવાબ આપ્યો કે બેટા હવે મારા સિવાય આ દીકરાનું કોઈ આ પરિવારમાં વધ્યું નથી અને હું વહી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે? આને કોણ મોટો કરશે? બસ આજ ચિંતા માં મારો જીવ નથી જાતો.
ત્યારે દીકરીએ કીધું કે મા તમે કોઈ પણ ચિંતા કર્યા વગર જીવ છોડો સદગતિ કરો તમારા દીકરા ના દીકરા નું ધ્યાન હું રાખીશ આની સંભાળ હું લઈશ.
ત્યારે માજીએ દીકરી ને સવાલ કર્યો કે બેટા તું તો દીકરીની જાત છો. તું કાલ સવારે સાસરે વહી જાઈશ પછી આનું કોણ? આ તો નાનકડું બાળક છે!
તો દીકરી કે મા આનો ઉપાય ખરો કાંઈ? ત્યારે માજી કે હાં, બેટા જો આના લગ્ન થઈ ગયા હોત અને આની પત્ની હોતને તો હું સુખેથી મરી જાત, તો મને કાંઈ વાંધો ન હોત.
ત્યારે એ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરીએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એ માજીને કીધું કે મા તમે પ્રાણ છોડી દો આજથી એ મારા પતિ અને હું એની પત્ની અને એ 10-12 વર્ષની સૌરાષ્ટ્રની દીકરી જ્યારે બજારમાં એના બે ત્રણ વર્ષના પતિને કાંઠે લઈને નીકળે ત્યારે આ લોકગીત ગવાય કે નટવર નાનો રે કાનો રમે છે મારી જેડમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં.
ત્યાર બાદ થોડી આગળ વાત કરી તો કે એ દીકરી પોતાનાં 2 - 3 વર્ષ નાં પતિ ને લઇ ને બજાર માં નીકળે છે, ત્યારે આસ પાસ ના લોકો તેને સમજાવે છે કે આ તારો પતિ તો ક્યારે મોટો થાય અને તું પણ હજી નાની છો માટે હઠ મૂકી દે અને આ બાળક ને વરવા નું ભૂલી જા. પણ દીકરી ના પાડે છે.
પણ થોડી મોટી થયાં બાદ દીકરી નાં સગપણ નાં માંગા આવે છે તે એટલી સુંદર હતી કે બજાર માં શાહુકારો અને સૂબાઓ એમ કહેતાં એ દીકરી ને કે "આ તારો પતિ/ધણી તો કેદી મોટો થાય! અમારી હારે આવી જા અમારી પત્ની થઈ જા.. અને એના માટે તેઓ આ દીકરી ને અનેક પ્રલોભનો આપે છે જે આ ગીત માં છે જેમકે કિયો તો ગોરી હાલાર નાં હાથીડા અપાવું. ત્યારે દીકરી પ્રલોભનો નો તિરસ્કાર કરી એટલી જ ખુમારી થી જવાબ આપે છે કે હાથીડા નો જુલનાર કાનો રમે છે મારી કેડ માં રે..."
મિત્રો માનવતા નામના મહાન ધર્મ માટે પોતાનો જીવ નહીં પણ આખું જીવન આપનારી આ દીકરીની આ લોકગીત ને સ્વર્ગીય કવિ શ્રી તખતદાનજી રોહડિયા એ લખ્યું છે.
0 टिप्पणियाँ